સફળતા (નિબંધિકા)
-------------------------
મારું માનવું છે કે..

         સફળતા જ સર્વસ્વ નથી.. શ્રેષ્ઠતા પ્રેશરને જન્મ આપે છે.. નિખાલસ જીવન જીવવુ એજ ધ્યેય હોવો જોઈએ.. અંતિમ બિંદુ.. ખુશ રહેવું

         સફળતા એક રીતે યોગ્ય છે.. પણ મનની શાંતિ સાથે સમાધાન કરીને નહીં..
જીવનના તડકા છાંયડાને વીંધીને પાર ઉતરનાર જ ખરો સફળ છે

           પોતાની ખુશીઓનું કારણ પોતે જ શોધીને જીવનની દરેક ક્ષણોને માણે.. ઉદાસીઓના આવરણને ત્યજીને ચહેરા પર સ્મિત રેલાવે, અન્યને પણ ખુશ રાખે એને જ જીવનની સાચી સફળતા કહેવાય.

                   પોતાના મનને કાબુ કરીને ઇચ્છા , અભિલાષા , તૃષ્ણાનો ત્યાગ કરી શકે ભૌતિકવાદી ન હોય પણ પ્રકૃતિ વાદ ના સીમાડા પર કર્યા હોય એનું જ જીવન સફળ છે.

      અસત્યનો ત્યાગ, અન્યાય સામે ઝઝૂમવાની હામ , સાચને મદદ કરવાની તત્પરતા દરેક સાથે વિનમ્રતાથી રહેવું.. ગુસ્સામાં પણ શાંત રહેવું, પારકી પંચાતથી દુર રહેવું.. વગેરે
જીવનની સાચી સફળતાનાં જ ઉદાહરણો છે..

સફળતા અંને શ્રેષ્ઠતા બન્ને અલગ વસ્તુ છે..
સફળતા નાનામાં નાના કામ માં પણ મળેલી હોય જ્યારે શ્રેષ્ઠતા હોય એનાથી પણ વધુ સારું મેળવવા ની ઘેલછામાં રાચવું એને કહે છે..

પૈસા, મોભો, પ્રતિષ્ઠા વગેરેથી અલગ જ અસ્તિત્વ ધરાવે છે સફળતા

Gujarati Motivational by Bhavna Jadav : 111494134
Ketan Vyas 4 years ago

Nice lines.... Touching one...#1 Visit, Like and share.. https://quotes.matrubharti.com/111493431

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now