“संभवामी युगे युगे...!”
કૃષ્ણ તારું કામ પડયું છે...

આજે જીવન બધે સુમસામ પડયું છે.
આશાઓનાં કાને તારું નામ પડયું છે.
જ્ઞાન, વિજ્ઞાન અફળ તમામ પડયું છે.
તું આવ, હે કૃષ્ણ તારું કામ પડયું છે...

મંઝીલ બધી નિર્જીવ પડી છે.
સડકો સઘળી વિરાન પડી છે.
સાંભળ આ સંકટની ઘડી છે.
વગાડ, મીઠી તારી વાંસળી છે.
અણધાર્યું આંગણે અંજામ પડયું છે.
તું આવ, હે કૃષ્ણ તારું કામ પડયું છે...

શું અંત છે આ, કે કોઈ શરૂઆત થવાની??
દિવસ પુર્ણ થયો પરાણે, શું રાત જવાની?
મનસૂબા, સપના, ઘણી વાત કહેવાની,
અધૂરી છે હજી ઘણી મુલાકાત થવાની.

મહાભારતનું *મહામારી* નામ પડયું છે.

તું આવ...હે કૃષ્ણ તારું કામ પડયું છે....

Gujarati Religious by Umakant : 111493185

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now