*કબૂલ છે વિદાય ભલે મને તું આપી દે,*

*બસ એક જિંદગી નીકળી જાય એટલી યાદ તું આપી દે..*

❤️

*રોજ શબ્દો ના સુંદર સંયોજન સર્જાય છે છતાં કોઈ ના મોન સામે હારી જવાય છે*

*અરિસાનું જીવન પણ લાજવાબ છે,*
*"સ્વાગત" બધાનું છે,*
*પણ,*
*"સંગ્રહ" કોઈનો નહીં.*

❤️

*એકલાપણુ શું હોય છે એ કોઈ તાજમહેલને પુછે,*
*જોવા માટે તો આખી દુનિયા આવે છે પણ રહેતુ એમા કોઈ નથી...*

❤️

*એવું નથી કે સંવાદ વગરના સબંધ કાચા હોય છે,*
*સમજી શકો તો,*
*આંખોને પણ વાચા હોય છે.*

❤️

*જીંદગીની પીચ ઉપર જરા ધ્યાનથી રમજો..*
*સૌથી નજીકના લોકો જ સ્ટંપીંગ કરવા તૈયાર બેઠા હશે..*

❤️

*સંબંધો તો સ્વર્ગમાં રચાય છે,*
*પૃથ્વી પર તો ફક્ત સરનામાં,* *શોધાય છે !!*

❤️

*લાગણીશીલ વ્યકિતી છું,*
*ને શબ્દોની આખી ફૌજ રાખુ છું,*
*મિજાજ તમારો નારાજ થવાનો ને હું મનાવાના શોખ રાખું છું*

❤️

*કાળી શાહીથી લખો કે લાલથી,*
*અમુક યાદો હંમેશા લીલી જ*
*રહે છે.*

❤️

*પ્રેમનો વરસાદ*
*હુંફની ધૂપ ને*
*લાગણીનું તાપણું*
*બાકી તો મોસમમાં*
*છે શું આપણું...??*

❤️

*સ્કવેર ફૂટમાં કેદ છે જિંદગી*
*અને લોકો તેને શહેર કહે છે*

❤❤❤❤❤❤❤❤❤

Gujarati Poem by Sangita Behal : 111492975

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now