*ગુજરાતી સાહિત્યની રચનાઓ વાંચવી ગમશે, બે કે ત્રણ લીટી ઘણું કહી જાય છે…*
🌹
*➻ક્યાંક તડકો દેખાય તો કહેજોને...*
*રૂ જેવી હલકી અને ભીંજાઇ ગયેલી ગેરસમજોને સૂકવવી છે...*

🌹
*➻સંબંધોની ક્યારેય પરીક્ષા ન લેશો...*
*સામેવાળા નાપાસ થશે તો તમે જ દુઃખી થશો.*

🌹

*➻ શિયાળો એટલે*
*સતત કોઇની "હુંફ" ઇચ્છતી એક પાગલ ઋતુ !*

🌹
*➻મળીએ ત્યારે, આંખમાં હરખ*
*અને*
*અલગ પડતી વેળાએ આંખમાં થોડી ઝાકળ..*



🌹
*➻ક્યાંક અઢળક પણ ઓછું પડે,*
*અને*
*ક્યાંક એક સ્મિત અઢળક થઈ પડે....*

🌹
*➻ પ્રેમ અને મોતની પસંદગી તો જોવો,*
*એકને હૃદય જોઈએ તો બીજાને ધબકારા..*

🌹
*➻ મેડીક્લેઈમ તો આખા શરીરનો હતો,*
*પણ ખાલી દિલ તુટ્યું હતું*
*એટલે ક્લેઈમ પાસ ન થયો ..!*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Gujarati Poem by Sangita Behal : 111492044

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now