પ્રેમ અને મિત્રતા

પ્રેમ અને મિત્રતા
બેઉ છે હૃદયના તાર

પ્રેમ ત્યાગ અને બલિદાનનું પ્રતિક
મિત્રતા વિશ્વાસનું પ્રતિક

પ્રેમ બે શરીરની એક આત્મા
મિત્રતા ઘણાબધા શરીરનું એક દિલ

પ્રેમમાં એકબીજાને સમજવા-સમજાવવાનું
મિત્રતામાં વગર કહ્યે કરવાનું

પ્રેમમાં ઠોકર લાગે
મિત્રો ઠોકરથી બચાવે

પ્રેમ એટલે પસંદગીનો સ્નેહ
મિત્રો એટલે સ્નેહની પસંદગી

પ્રેમ રાધા કૃષ્ણની કહાની
મિત્રતા કૃષ્ણ સુદામાની કહાની

આમ જુવો તો

પ્રેમ અને મિત્રતા કાંઈ જુદા નથી
પણ દરેક પોતાની જગ્યાએ કાંઈ ઓછા ય નથી

– શાલિન પટવા

Gujarati Poem by Shalin Patwa : 111491928

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now