મંઝિલ ને મારી કહું છું આજે,
હાંસિલ કરવા તુજને બની છું હું ઉત્સાહી,
ભટકાવીશ તું મને તુજ સુધી પહોંચવા માટે,
કારણ આ છે તારી આદત,
પણ તને મેળવવાનો હવે મારો ઉત્સાહ નહિ થાય ઓછો,
થોડો ખ્યાલ હોવો જોઈએ તને પણ,
કે કેવા ધૂંઆધાર સાથે પડ્યો છે પનારો,
લ‌ઉ છું હું જિંદગી પાસેથી પ્રેરણા તેને જીવવાની,
તો લે તું પણ થોડી પ્રેરણા મારી પાસેથી હતોત્સાહિત ન થવાની,
તેં આપી ઠોકરો અનેક, છતાં જોઈ તે મને ક્યારેય હતોત્સાહિત?
છે આ માત્ર મારા ઉત્સાહનું અનુયાન,
હજી મારી સફળતાની ફિલ્મ તારે બાકી છે જોવાની!
#ઉત્સાહી

Gujarati Motivational by Maitri Barbhaiya : 111491368

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now