💞💞💞(ગઝલ]💞💞💞

હા નથી તો શું થયું? પણ ના નથીને ! એટલે શ્રીફળ વધેર્યું;
પ્રાર્થનાના ફળની નિશ્ચિતતા નથીને ! એટલે શ્રીફળ વધેર્યું.

હોશિયારી, જી હજૂરી, છળકપટ, ઈચ્છા, ધગશ ને લોભ-લાલચ;
આ જ શિખવાનું હતું,શિખ્યા નથીને! એટલે શ્રીફળ વધેર્યું.

થાય છે, થાતાં હશે જગમાં ચમત્કારો છતાં શું થાય મારું?
હું નસીબદારોની ગણનામાં નથીને ! એટલે શ્રીફળ વધેર્યું.

સાંજ ઢળવાની થઈ છે, થાક જેવું છે અને પગ ના ઉઠે જ્યાં-
ઘર જવું પડશે જ ,પણ ઈચ્છા નથીને! એટલે શ્રીફળ વધેર્યું.

છેવટે "નાશાદ" નાસ્તિકતા પ્રભાવી થઈ જશે જોજો તમે પણ;
ધર્મની સાચી કશે શિક્ષા નથીને ! એટલે શ્રીફળ વધેર્યું.

🎶🎶🎶 ગુલામ અબ્બાસ "નાશાદ"

Gujarati Poem by Rinku Panchal : 111491186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now