વિચારોનાં હિંડોળા...

હીંચકે બેઠો, ચડ્યો વિચારોનાં ચકડોળે,
હું તો વિચારો નો કસબી, મનડું મારું સંભારણાં ને વાગોળે.

ગલગોટા, ગુલાબ, મોગરા નો તાલબદ્ધ એ કલબલાટ,
પુષ્પવૃંદશી ગોષ્ઠિ કરવા, અનેરો એ પતંગિયા નો થનગનાટ.

તુલસીક્યારે માડી મારી, કરે દીવો પ્રજ્વલિત,
બે દેવીને સાથે જોઈ, હરખાય છોડવા નવપલ્લવિત.

આંબો લીમડો ને ગુલમહોર, સ્મિત વેરે લઈ આનંદના હિલોળા,
મિત્રવર્તુળ ને બોલાવે ડાળે, ટીખળ કરવાં કાબરાં ને પારેવડાં.

કુંડા માં પાણી રેડાયું, જાણે થયો મહાદેવનો જળાભિષેક,
ભીની- ભીની માટીનો પમરાટ, પમાડે કુંવારા વરસાદનો અહેસાસ નેક.

ખિસકોલી ને ભમરાના ગણગણાટ થી , વાતાવરણમાં કિલ્લોલ છવાયો,
ઘડીભર તો એમજ થયું, જાણે શિવ પંચાક્ષર મંત્ર ગવાયો.

ચૈત્રમાં વિષ્ણુપ્રિયા તુલસી પર, ગુલાબી - સફેદ ફૂલોએ કરી મહેર,
જોઈ કુદરતની સૂક્ષ્મ સુંદરતા, મનમાં ઊઠી મોજની લહેર.

કર્મયોગી કીડીના પગરવથી વિચારો મારાં વેરાઈ ગયા,
કલમ પકડી હાથમાં, ને વિચારો અક્ષરોનો આકાર પામતા ગયાં.

- પંકિલ દેસાઈ

Gujarati Poem by Pankil Desai : 111491093

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now