શ્વાસોની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે એમ દિવસો પસાર થતા સંબંધ પણ ઓછા થતા જાય છે. એના મૂળ કારણમાં હું જ હોઈ શકું છું. સોસિયલ મીડિયાના લગભગ સ્થાન છોડી શાંતિનું જીવન જીવવા માટે એકાંતમાં ચાલ્યો ગયો છું. હા, મારા શ્વાસમાં ગૂંથાયેલ લખાણ પણ હવે ધીરે ધીરે છૂટવા લાગ્યું છે.

સંબંધના કતીલોથી ભરેલા આ સ્થાનમાં હવે ખૂબ બેચેની અનુભવી રહ્યો છું.ષડયંત્રો રચાઈ રહ્યા છે.અનેક દાવો થઈ રહ્યા છે.માણસ કઈ રીતે નીચે પડે એની રાહ જોવાઇ રહી છે.નજીક જેમને મેં રાખ્યા હતા, મારા બનાવ્યા હતા એ જ લોકો સમયના તકાદામાં ખુદનું હિત જોઈ ભાગી છૂટ્યા છે.
આભાર ભગવાનનો માની રહ્યો છું કે સમય આવ્યે માણસની મને પરખ કરાવી છે.

સંબંધની આ રમતમાં હું થાકી ગયેલો માણસ છું. હરેક પડાવ પર સંબંધની મેં સાબિતી આપી છે. હરેક ક્ષણે લોકોને પોતાની લાગણી બતાવવી પડી છે. એ લોકો માટે હું અંધ આંખોએ લડી ચુક્યો છું. હવે એકાંતમાં અજ્ઞાતવાસમાં ખુદની સાથે લડી રહ્યો છું. જીવનના મૂલ્યો પારકા સંબંધમાં ખર્ચવા કરતા. પોતાને દુનિયામાં ઉત્તમ બનાવવા તેનો ઉપયોગ કરતા શીખી ગયો છું. હવે કોઈ ન આવતા કે મારે હૂંફની જરૂર છે. તમામ લાગણી, પ્રેમ અને દયા હું દફન કરીને બેસી ગયો છું. ખુદનો બનીને.....

મનોજ સંતોકી માનસ

-- મનોજ સંતોકી માનસ

https://www.matrubharti.com/bites/111490720




*****

Gujarati Thought by Vaidehi : 111490757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now