મારી નજીક રહેવા દૂર રહેતા શીખવું પડશે,
આખરે તો હું કહું એમ જ જીવવું પડશે!

રહેવું હોય જો મારી સાથે તારે હંમેશા,
તો હું કહું હવે એમ જ કરવું પડશે!

દૂર રહીને પણ પ્રેમ તો થાય જ છે,
આ વાત તારે સ્વીકારવું પડશે!

જોઈ લે, વિચારીલે, સમજી લે, હજાર વાર,
કારણ, આખરે તો આમ જ મરવું પડશે!

પ્રેમ તારો વળગણ થયો છે હવે સંભાળી લે,
બહુ થયું હવે તારી લાગણીઓને જ મારવું પડશે!

નથી આવડતું મને પ્રેમમાં કેમ કરી જીવાય,
એ તારો પ્રશ્ન, મને આમ જ જીતવું પડશે!

-કુંજદીપ

Gujarati Thought by Kinjal Dipesh Pandya : 111490396

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now