આપણે કોઇને નથી આપવાનો કે એના પરથી આપણી કારકિર્દી નથી ઘડાવવાની એવો બાયોડેટા જાતે જ લખીએ તો? એ બાયોડેટા આપણી જાત- મુલાકાતનો સંકલિત અંશ બનશે. સાથે સાથે હતાશાથી પીડાતા કેટલાય જીવોને નવું જોમ પૂરું પાડશે. ગીતા પર હાથ રાખીને કોર્ટમાં બોલાતી જુબાની ખોટી હોઇ શકે છે. પણ, હૃદય પર હાથ રાખીને અરીસામાં ચહેરો જોતાં જોતાં થોડીક મીનીટો પસાર કરવાથી પોતાના જ આંસુમાં આંખોના દ્રશ્યોને નવડાવીને સ્વચ્છ થઇ જવાય છે.જન્માક્ષર વાંચતા આવડતું હોત તો શિક્ષકની અદાથી મારી કુંડળીમાં ઈશ્વરે કરેલી ભૂલોનેલાલ પેનથી કુંડાળું કરીને દેખાડી હોત! ક્યારેક એવું પણ થાય છે કે કોઇકની ભૂલ સુધારવા માટે આપણો દાખલો સાચો હોવો જોઇએ. ભૂલો સ્વીકારવાની ખેલદિલી હોય અને પછી એની એ જ ભૂલોની વારંવાર દખલગીરી ન હોય એખૂબ જરૂરી છે. દાખલો ખોટો પડી શકે છે પરંતુ જીંદગીનો તાળો મેળવવો આવશ્યક છે. સામાન્ય માણસની જેમ જીવન જીવવામાં બહુ મહેનત કરવી પડે છે! દુનિયામાં દરેકને બીજા કરતા જુદા બનવું છે. આ રેસ અરીસાથી પોતાના વિઝીટીંગ કાર્ડ સુધીની છે. જેવાછીએ એવું દેખાડી દેવામાં બહુ જોખમ રહેલું છે. આપણે બધા એવી ઈચ્છા રાખીએ છીએ કે મને બધા ઓળખે, પણ સાથે એવી બીક પણ છે કે મને કોઈ ઓળખી ન જાય . . . મારા અનુભવ પ્રમાણે આપણી ભલમનસાઇનો લાભ બીજા ઊઠાવે તો માનવું કે આપણે સઘ્ધર છીએ.મારા વિશે સામેવાળાને કહેવું પડે એ મને ક્યારેય નથી ગમ્યું. મૌન રહેવાનું ચિક્કાર ગમે છે પણદુનિયાને શબ્દો સાંભળવા ગમે છે.I believe :-"આવડત ઉપર વિશ્વાસ,નસીબ ઉપર શ્રદ્ધા,અને પ્રેમાળ મન, એ જ સાચું જીવન"

Gujarati Blog by Komal Mehta : 111490029

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now