માનવી / જિંદગી / ફક્ત

મારી આ જિંદગીમાં
તન મૂકીને દોડ્યો,
મન મૂકીને દોડ્યો ,
ફક્ત
ધન પાછળ જ દોડ્યો

મારી આ જિંદગીમાં
ના જોઈ રજા
ના કોઈ મઝા
સમજ્યો ફક્ત
ધન જ છે એક મઝા

મારી આ જિંદગીમાં
ના જોયો દિવસ
ના જોઈ રાત
સમજ્યો ફક્ત
ધન જ એક વાત

મારી આ જિંદગીમાં
ના બાંધ્યો સામાજિક સંબંધ
ના બંધાયો કૌટુંબિક સંબંધ
સમજ્યો ફક્ત
પૈસો જ મારો ભાઈબંધ

મારી આ જિંદગીમાં
(CORONA VIRUS થકી)
કુદરતે માર્યો એક મોટો ઝટકો
જાણે જિંદગીને પડ્યો એક મોટો ફટકો,
સમજ્યો ફક્ત ત્યારે જ
સૃષ્ટિના નિયમોનો ના થાય કટકો

મારી આ જિંદગીમાં
ચોખ્ખું, નિર્મળ, નિર્વિઘ્ન, સ્વરછ આકાશે,
પશુ પંખી વિચરે મોકળાશે
સમજ્યો ફક્ત ત્યારે જ
જ્યારે માનવી પુરાયો પાંજરે

મારી આ જિંદગીમાં
જ્યારે નથી નીકળાતું બહારે,
કરી ડોકિયું પોતાના ભીતરે,
સમજ્યો ફક્ત ત્યારે જ
જયારે કશું નથી આપણા હાથમાં ત્યારે કે અત્યારે

મારી આ જિંદગીમાં
લીધું છે સંપુર્ણ બલિદાન પ્રકૃતિનું,
મળ્યો છે મોકો ત્યજવાનો સ્વર્થીપણું,
સમજ્યો ફક્ત ત્યારે જ
મળ્યો છે સુવર્ણ મોકો સુખ પામવાનું

મારી આ જિંદગીમાં
હતું સુખ મારી આજુબાજુમાં,
દેખાયું છે ત્યારે પડ્યો શાંત કરી ઉધામા,
સમજ્યો ફક્ત ત્યારે જ
ચિંતા સઘળી ટાળીને નવકાર / ઓમકાર જ આપણા સહારા.

શાલીન પટવા

Gujarati Poem by Shalin Patwa : 111489900

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now