💠💠💠

જોશ ભરેલા જોષીજી
ને માયાળુ હોય મહેતા,
દવે હોય દિલદાર જોને
એવું મારા વડવા કહેતાં.

ભટ્ટ રાખે છે વટ્ટ વધારે
ને રાવલ કદી ના રોતાં,
વ્યાસ ની હોય વાત નીરાળી
એવું મારા વડવા કહેતાં.

ઓઝાની ઓળખાણ મોટી
ને જાની જોમે ઝુલતાં,
પંડ્યા કરે નઈ પંચાત ખોટી
એવું મારા વડવા કહેતાં.

ઠાકર નો હોય ઠાઠ ભલેને
પાધ્યા પ્રેમ સૌ ને કરતાં,
ત્રીવેદી હોય ત્રીકાળ જ્ઞાની
એવુ માર વડવા કહેતાં.

શુક્લ ભણે વેદો સઘળાં
ઉપાધ્યાય આંખેથી લખતાં,
હોય આચાર્ય અનોખા જોને
એવું મારા વડવા કહેતાં.

એક-એક ના ગુણો જોડીને
*કાનજી* સૌ ને લખતાં,
હળી મળીને રહેજો તમે સૌ
એવું મારા વડવા કહેતાં

Gujarati Folk by Umakant : 111489064

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now