પરવા નથી મને મારા ચમનની બસ, તારો બાગ કરમાઈ ના જાય, એની ચિંતા મને છે.આ વેદના મારી નથી, આ વેદના તો તારા માટે છે મને કેમકે, તને પણ મારી જેમ ઠોકર વાગી હશે. તારું પણ ઉર વીંધાયું હશે. તારું પણ દિલ દુભાયુ હશે. તારી વેદનાએ હું વેદના અનુભવુ છુ. આંસુ આ મારા નથી લોચને પણ, એ તારા માટે વહે છે. કેમકે, તને કોઈએ મારી જેમ આંસુના તોરણ આપ્યા હશે. આજે હું લખી શકુ છુ એમાં કોઈનો પ્રેમ નથી. પણ ,તારો એ વહેમ છે અને વિશ્વાસઘાત છે.મારા હૈયાની હાર છે તેથી જ લખી શકુ છુ. મારુ દર્દ એ જ મારી પ્રેરણા છે.

ઝંખના

Gujarati Thought by Daxa Parmar Zankhna. : 111489037

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now