પાસપોર્ટ- 2010 અને 2020.
સન 2010. ઓગસ્ટમાં ફોર્મ ભર્યું અને સબમિટ કર્યું તો ઓક્ટોબરમાં એપોઇન્ટમેન્ટ મળી. હું બેંકની નોકરીમાં એટલે પબ્લિક સેક્ટરનું નો ડ્યુ અને નો ઓબજેક્શન ઓણ જોઈએ. આધાર કાર્ડ ત્યારે નહોતાં. અમે બપોરે 12 ની એપોઇન્ટમેન્ટ માટે ગુલબાઈ ટેકરા પાસેની ઓફિસની બહાર ખૂબ લાંબી લાઈનમાં નારણપુરાના ઘેરથી 8.30 ના નીકળી ત્યાં ઉભી ગયાં. ઘણા છેક નડિયાદ પાસે કે આણંદ અને અંતરિયાળ ગામોમાંથી કોઈ તો વણાકબોરીથી આવેલા. રાતની મુસાફરી કરી ત્યાં આવી લારીની ચા પી ને વૉટરબેગનાં પાણીએ મોં ધોઈ ઉભેલા.
ટાઈમ સ્લોટ તો શરૂ થયેલા પણ માત્ર સવાર અને સાંજના હતા. 9થી 1 અને દોઢથી 4.
અમારા સ્લોટનો વારો આવ્યો એટલે સિકયોરિટીએ અમને અંદર લીધાં. ત્રીસ કે ચાલીસ લોકો એક સાથે.
બારીઓ પર ફોર્મ જમા કરાવવા લાઈન. પછી વરીફાય કરાવવા લાઈન. એમાં પણ મારાં નો ઓબજેક્શન માં શબ્દો કંઈક જોઈએ એથી જુદા હતા એટલે એ માટે અઠવાડિયા પછી ફરી એપોઇન્ટમેન્ટ. બધાના લાઇટબીલકે રેશન કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને મારે મારું બેંક આઈડી બતાવવાનું. ફોટો કદાચ પાડેલો પણ ઘેરથી બે ફોટા પણ લઈ જવાના હતા. એટલે તો એ પાસપોર્ટ સાઈઝ ફોટા કહેવાય છે. મને યાદ છે ત્યાં સુધી ત્યાં ફોટા નહોતા પાડ્યા, અમારા જ ચોંટાડેલા. મારી પાસે કોપીઓ છે તેમાંનો જ એક ફોટો જુના પાસપોર્ટ પર છે.કેમેરા r.t.o. અને ત્યાં 2012 પછી આવ્યા.પછી એકનોલેજમેન્ટ. કાગળની ચબરખી પર સિકકો મારીને.
પછી પોલીસ વેરિફિકેશન. મને ઘાટલોડિયા પોલિસ સ્ટેશનથી ફોન આવ્યો. ત્યાં ફરી એ જ કાગળો લઈ ગયો અને સાથે પાડોશીને સાક્ષી તરીકે. વેરીફાઈ કરી સ્ટેશનની અંદર જ રૂ. 250 એક વ્યક્તિના, અમારા બે ના 500 સામેથી માંગ્યા. મેં આપ્યા.
2020. પાસપોર્ટ રીન્યુ.
ગવર્નમેન્ટની સાઇટ જોઈ પણ મારા પુત્રે 23.6 ના નિયત ફી 1500 એક ની ઓનલાઈન ભરી, ફોટાની કોમ્પ્રેસડ જેપીજી અને આધાર, લાઈટ બિલ (ઘર બદલ્યું) અપલોડ કર્યા અને માત્ર 3 દિવસ બાદ 26.6 ની 1.45 બપોરે ની એપોઇન્ટમેન્ટ વિજય 4 રસ્તે મળી. મીઠાખળી બીજું કેન્દ્ર છે.બોપલથી 1 વાગે નીકળી 1.35 ના પહોંચ્યાં.
ત્યાં આરોગ્ય સેતુ ડાઉનલોડ અને સેઈફ સ્ટેટસ, ટેમ્પરેચર બહાર ચેક કરે અને તરત જ અંદર લીધાં. એક સ્લોટમાં 10 જેવા લોકો જ હતા. બીજો તરત 2 વાગ્યાનો હતો.
બારી A પર ડોક્યુમેન્ટ અને જૂનો પાસપોર્ટ બતાવી ટોકન. તરત અંદર. બારી B પર તમારો નંબર ઇન્ડિકેટરમાં જુઓ ને બે મિનિટની અંદર એક સાથે 7 બારી હતી તેમાં એક પર બેસાડ્યો. મારી આંગળીઓ અને અંગુઠાઓની છાપ લીધી અને આધારનું ઓનલાઈન વેરિફિકેશન કર્યું. ખુરશી પાછળ લેવરાવી મારો ફોટો પાડ્યો. સાથે લાવેલ ફોટો માગ્યો નહીં. સિરિયલ નંબર આપ્યો. જાવ C વિભાગમાં. ત્યાં જુના પાસપોર્ટ પર કેન્સલનો સિક્કો, ઇમિગ્રેશનના પેજ પર સ્ટેપલર લગાવ્યું. અંદર બેચાર માણસો જતા. તરત કેબિનમાં સાહેબે બધું ફાઇનલ ચેક કર્યું . પોલીસ વેરિફિકેશન માટે ફાઇલ મુકયાનો મેસેજ ત્યાં ને ત્યાં મારા મોબાઈલ પર આવ્યો. મને એક્ઝિટ કરવાનું કહેવાયું. બહાર આવ્યો તો 2 માં 5.
ખૂબ સરસ વ્યવસ્થા. અંદરનું ambience ખૂબ pleasant.

આજેજ બોપલ પોલીસ ઘેર આવ્યા અને અમારા ઘરમાં ફોટા પાડી, આધાર, લાઇટબીલ, જૂનો પાસપોર્ટ ચેક કરી તરત ઉભા. શ્રીમતીએ કહ્યું શું આપવાનું ? કાંઈ નહીં. સામેથી આપીએ તો પણ નહીં. માત્ર ઘેર હતો તે આઈસ્ક્રીમ થોડો ખાઈ બહાર.
માત્ર 10 વર્ષમાં સરકારી મશીનરી અને દુનિયા કેટલી બદલાઈ ગઈ છે!
આ લેખ મિત્રોને વધુ માહિતીપ્રદ લાગશે, ગમશે.
સુનીલ અંજારીયા

Gujarati Blog by SUNIL ANJARIA : 111488967

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now