આર્ટ ઓફ ફૂલિંગ...સીઝન ૧

એક પાણી ભરેલા ગ્લાસમાં વધુ પાણી નાંખો તો પાણી ઢોળાઈ જશે.
એટલે વધુ પાણી નાંખવા ગ્લાસને ખાલી કરવું પડે.

પણ મોટીવેશનલ ટ્રેનિંગ લેતા કે વિડ્યો જોતાં લોકો એવું નથી કરતા, તેઓ ખાલી થયા વગર નવું લઈ લે છે, અને પછી એ ભ્રમમાં નવા લીધેલા જ્ઞાનનાં પ્રયોગો જીવનમાં શરૂ કરે છે.
પરિણામ મોટા ભાગે નિરાશા જ આપશે.

અમુક ભ્રમિત જ્ઞાનની સુચી આ પ્રમાણે છે.

1. તમે આજે જ વિચારો તમે સફળ છો.
આ વિચારે કોન્ફિડેન્સ આપ્યું હોય એના કરતાં ઓવર કોન્ફિડેન્સ આપ્યાના દાખલા વધુ છે. કોઈપણ પ્રવૃત્તિ કે પ્રયોગ વગર એ તપાસવું શક્ય નથી કે તમે એ કાર્યમાં કુશળ છો કે એ પ્રવૃત્તિ માટે યોગ્ય છો કે નહીં.


2. તમારું ટાઈમ ટેબલ બનાવો
વિધાન સાચો છે, પણ ખોટી રીતે અમલીકરણ શરૂ થાય છે. જ્યાં સુધી તમારું વર્તમાન કાર્ય કે જવાબદારીઓ તમે નથી સમજી શકતા ત્યાં સુધી નવા ટાઈમ ટેબલમાં મૂકવું એ મુર્ખામી છે. એટલે છેવટે નવું અને જૂનું બધું રહી જાય છે.

3. ટાર્ગેટ બનાવો
ચોક્કસ ટાર્ગેટ બનાવીએ, પણ એ માટે માનસિક અને સામાજિક તૈયારી જરૂરી છે. આપણી જોબ, ધંધો કે પરિસ્થતી એ ટાર્ગેટને અનુકૂળ છે એ તપાસીએ,
આપણી પારિવારિક જવાબદારી ઓછી થઈ જશે, કે દિવસના કલાકો વધી જવાના છે? કે રાતોરાત આપણી ક્ષમતા વધી જશે?
ટાર્ગેટ વૈભવી વસ્તુઓ અને ધન મેળવવાના જ કેમ?

અહીં વૈશ્વિક સિદ્ધાંતો અને વ્યક્તિગત ક્ષમતાને એક જ દ્રષ્ટિએ જોવાય તો અસફળતા ના બનાવ વધુ બને, કે બન્યા છે. કેમ 1 ટકા લોકો સફળ ગણાય છે અને 99% અસફળ છે એવું ગણાય છે?

આ પદ્ધતિમાં ક્યાંક ત્રુટીઓ શોધવી જ રહી.

વધુ આવતા અંકે...
- મહેન્દ્ર શર્મા 27.6.2020

Gujarati Motivational by Mahendra Sharma : 111488948

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now