ગૂંગળામણ


ગોફણની જેમ છુટ્ટા વીંઝાતા,
શબ્દોની કેવી અથડામણ,
શબ્દે શબ્દે હ્ર્દય ઘવાય,
ને ટીશ ઉઠે છે હૈયાવલણ,

બાળ સમુ છે મન માણસનુ
અનુભવે કેવી ગૂંગળામણ..

અવિરત વિચારોના વાવાઝોડા,
બેઠા બેઠા કરાવે ભ્રમણ,
ચહેરો તોપણ રાખે હસમુખો,
જાણે શાંત સમરાંગણ,

બાળ સમુ છે મન માણસનુ
અનુભવે કેવી ગૂંગળામણ..

રમાતી લાગણીની રમતો,
શ્ર્વાસે-શ્ર્વાસે ભરી સ્વાર્થ-ધમણ,
પારકુ જણ પોતીકુ લાગે,
ને પોતિકાનુ છે લાગે ગ્રહણ,

બાળ સમુ છે મન માણસનુ
અનુભવે કેવી ગૂંગળામણ..

વાણી વહે જાણે-અજાણે ક્યાં,
અંદેશો નથી એને કાંઈ પણ,
સાંભળે, સમજી પણ શકે છે,
પણ બોલ્યા જ કરવાનુ વળગણ,

બાળ સમુ છે મન માણસનુ
અનુભવે કેવી ગૂંગળામણ..

-પ્રતિક "શૂન્યમનસ્ક"

Gujarati Thought by Pratik Barot : 111487408

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now