એ નાદાન... દુનિયામાં દર્દ શોધે છે.
મારી આંખ માં છુપાયું નર્ક શોધે છે.

એ પથ્થર હ્દય માં મંદિર શોધે છે.
વગર નેકી એ બેઠો સ્વર્ગ શોધે છે.

નદી ભળવા ને પ્યાસી સાહીલ શોધે છે.
એ પાયલ માં પલળતુ રુપ શોધે છે.

રેતના દિલ નો સાકી અર્ક શોધે છે.
મુઠ્ઠી ખુલ્લી ને હવે એ અર્થ શોધે છે.

અધુરા ઇશ્ક ની એ મઝલ શોધે છે.
હું ખાલી છું...,
એ મારામાં ગઝલ શોધે છે.


sayra...🍁

Gujarati Poem by Chhaya Makwana : 111487320
HEMANT PRAJAPATI 4 years ago

સુંદર નિરૂપણ છે

Anand 4 years ago

વાહહહ મસ્ત 👌👌

Chhaya Makwana 4 years ago

Thanks friend 😊

Mamta 4 years ago

Mastttt👌👌👌

મોહનભાઈ આનંદ 4 years ago

વાહ વાહ વાહ વાહ વાહ

some pain 4 years ago

Mst welcome ☺️

Chhaya Makwana 4 years ago

Thank u Friend...🙏😇

some pain 4 years ago

શું કરીશ જાણી ખરેખર કોણ ચાહે છે તને ? તુંય જાણે છે નિરંતર કોણ ચાહે છે તને ? તે છતાં કેવળ કરુણા-પ્રેમ વરસાવે સતત, આ જગતમાં બોલ ઇશ્વર કોણ ચાહે છે તને ? હા, ઘડી કે બે ઘડી જોવો કિનારા પર ગમે, એ કહે હરપળ સમંદર કોણ ચાહે છે તને ? ખૂબ માનીતો બધાનો તું શિખરથી ખીણ લગ, પણ કદી જો ખાય ઠોકર કોણ ચાહે છે તને ? નામ ઝળહળતું બધાના હોઠ પર રમતું છતાં, જાય જો વીતી એ ઉંમર કોણ ચાહે છે તને ? ને નથી જો કોઈ પણ હા ચાહતું જો ‘હર્ષ’ તો, કૈંક જન્મોથી જીવનભર કોણ ચાહે છે તને ?

Chhaya Makwana 4 years ago

Thank u so my dear friends..😇🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now