ઓહ મેઘ..... સાંભળ તું...

આટલો મંદ મંદ કેમ વહી રહ્યો છે તું.....

તારી આહલાદક ખુશ્બુ માં કે મને આટોપી રહયો છે તું....

ભીનાશ માં મારા અસ્તિત્વ ને છંછેડી રહયો છે તું....

પર્ણ પર બિંદુ ઓની જેમ મોતી બની વરસી રહયો છે તું....

હર્દય માં એક કિનારા પર તારી પ્રવેશ ની છાપ છોડી રહયો છે તું....

હાથો માંથી સરકતા ટીપાં ને નહી પકડી સકુ એવા અહસાસ માં હસી રહયો છે તું....

સૌને હેરાન કરી તારા જ ધૂન માં વરસી રહયો છે તું....

એ મેઘ.....!તારા આ વંટોળી ભીનાશ માં મારા આ શબ્દો વાંચી ....

વધુ તીવ્રતા થી
મારા પ્રેમ ...જેમ તૃપ્ત બની
મારા આંતરિક મન ને ભીંજવી ને તારી છાપ છોડીરહયો છે તું.......

બિનીતા કંથારિયા ....😇😇
#ભીનું

Gujarati Poem by Beenita Kantharia : 111486747

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now