ઇન્ટરવ્યૂ કોણ પાસ કરી જશે?

કેસ 1 અને 2 એક જ કોલેજમાંથી સ્નાતક થયા છે
જુઓ કેવી રીતે ઇન્ટરવ્યૂ આપે છે.


કેસ ૧
પ્રશ્ન : બોલો શું ભણ્યા?
કેસ : બીકોમ..

પ્રશ્ન: અનુભવ વગેરે છે?
કેસ : ના, પહેલી વખત નોકરી શોધી રહ્યો છું

પ્રશ્ન: ઘરે કેટલા સભ્યો
કેસ: 4 સભ્યો

પરિણામ : ફેલ

કેસ ૨

પ્રશ્ન: બોલો શું ભણ્યા?
કેસ : બીકોમ વિથ એકાઉન્ટસ, જોકે મેં બીજા વર્ષથી કોમ્પ્યુટર વિષય રાખ્યું હતું, એટલે એ પણ સારું ફાવે છે.

પ્રશ્ન: કોઈ અનુભવ ખરો?
કેસ: રજાઓમાં નોકરી શોધવા જતો અને જે મળે કરી લેતો, એક શોરૂમ માં સેલ્સ કર્યું, ટેલિ માર્કેટિંગ કર્યું અને ડેટા એન્ટ્રી કરી છે. આમ હવે મને ફૂલ ટાઈમ કામ કરવું છે

પ્રશ્ન:ઘરે કેટલા સભ્યો છે.
કેસ : બા, દાદા, માં,પપ્પા, નાની બેન અને હું. જોકે દાદા રીટાયર છે, ખેડૂત હતા પહેલા, પપ્પા દુકાને નોકરી કરે છે.

પ્રશ્ન: આગળ શું કરશો?
કેસ : નોકરી જ કરવી છે પણ ભણવું પણ છે, એ હું સાંજે કરી લઈશ.

બોલો શું પરિણામ આવ્યું હશે?

આ લખવા પાછળ એટલું જ કહેવું છે કે સફળતા માટે કૈંક જાદુ નથી કરવાનું હોતું, બસ પ્રસ્તુતિ બદલવાની હોય છે.

- મહેન્દ્ર શર્મા 25.6.2020

Gujarati Quotes by Mahendra Sharma : 111486699
jd 4 years ago

Itsk supperb sir But amuk amuk filed mujab change Thai.. jem k engg. Vala ma e loko e j Jove k point to point ans aape Che k nai jove

Chhaya Makwana 4 years ago

Superb...👌👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now