કયારેક કોઇ નદીનાં કિનારે સાંજના સમયે
તે નદીના શુદ્ધ પાણીમાં પગ રાખીને બેસવું
કોઈ સાચી દિશાની હૂંફ મળતી હોય તે વિચારમાં
ખૂબ સરસ લાગે છે
ખાલી બેસવું જ નહીં
ઘર જતી વખતે પક્ષીઓનાં અવાજ સાથે
તે સૂર્યને ડૂબતો જોવો
મારું મન રંગબેરંગી બની જાય છે
જેમ કે તે સૂર્ય તેનો રંગ બદલતો હોય છે
એ આકાશ ગંગામાં સ્નાન કરીને
પોતાને ઠંડક આપે છે

તે સમયે તે અલગ પડે છે
તે વિશાળ આકાશ ગંગામાં પણ
ખબર નહીં કેટલાય રંગ
ક્યારેક ભૂખરા, તો ક્યારેક વાદળી
તો કયારેક ગુલાબી મોહક રંગ
ત્યારે તે રંગો જોઈને
મારું મન અંદરથી વેરવિખેર થઈ જાય છે
વિવિધ વિવિધ રંગો
ક્યારેક એક સ્મિત તો
ક્યારેક એક હૂંફ
તો ક્યારેક આંખોમાં નરમ
તો કયારેક ક્રોધની જવાળા
તો ક્યારેક આત્મ સંતોષની ભાવના
તેના જેવું જ
જેમ આકાશ ગંગામાં અસ્ત થતો સૂર્ય
કેટલાય રંગો બદલાઈ છે
તે સમયે એવું પ્રતીત થાય છે જાણો કે
જેમ કે આકાશ ગંગાનો રંગ નથી
એ આપણા જીવનનો રંગ છે
#હૂંફ

Gujarati Thought by Khushi Trivedi : 111485630

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now