આ આષાઢી બીજે ના કરી જગદીશે નગરચર્યા
કોરોના તારા કકળાટે કોર્ટે અટકાવી પાવન ચર્યા

નગર આખું સુનું તારા વિરહમાં સૌ ઝૂર્યા
આવી ખબર અંતર પૂછ્યા નહીં ભક્તોનાં પૂન્ય ખૂટ્યાં

પોળો,શેરી, ચકલાં ને દરવાજા ખાલી ભાસ્યા
મગ,જાંબુ,પુરી ને માલપુઆ પ્રસાદમાં ના મળ્યાં

ઐરાવત, અખાડા, કરતબ ને ભજન મંડળીઓ ભૂલાયા
સાધુ સંતો દાસ ભક્તોનાં દલડાં આજ દુભાયા

સુભદ્રા અને બલરામ ને લ‌ઈને કરતો તું નગરયાત્રા
ઘર‌ આંગણે તુજ દર્શન પામી ધન્ય બને રથયાત્રા

કરો કલિયુગ આભડયો પરંપરા ને જગત નો નાથ વિસરાયા
નીજ મંદિરે જ કોરેન્ટાઈન થઈ કોરોના કાપજે રણછોડરાયા .........

Gujarati Poem by Falguni Shah : 111484040

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now