#દુષ્ટ
પરિસ્થિતિ નો સ્વીકાર

"એટલે ઊભો છું અડીખમ જિંદગી સામે,
બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી."
મિત્રો, લોક ડાઉન ની ઉપાય ન હોય એવી કપરી પરિસ્થિતિમાં પોતાની જીવનશૈલીને પરિસ્થિતિને અનુરૂપ ઢાળી દેવાની આપણા સૌમાં કેટલી બધી પ્રચંડ શક્તિ અને કાબેલિયત છે તેનો અહેસાસ થયો. સઘળું અસહજ અને અકલ્પનીય હતું, તે છતાં આપોઆપ ગોઠવાઈ ગયું. ચીજ વસ્તુની આવશ્યકતા ઘટી અને મર્યદિત સાધનોથી જીવન પસાર થઈ શકે છે, તેનો પરિચય થયો.
મિત્રો, આપણે સૌએ સૂર્યોદયની જેમ સૂર્યાસ્ત ને, પૂનમની જેમ અમાસને, વસંતની જેમ પાનખરને અને પ્રકાશની પાછળ આવતા પડછાયાને જે સહજતાથી આપણે સ્વીકારીએ છીએ, તેટલીજ સહજતાથી અનુકૂળતા ની પાછળ આવતી પ્રતિકૂળતાને સ્વીકારવી જ પડશે. આ સ્વીકાર એક ચમત્કાર હશે.
આપણને એ પણ ખ્યાલ આવ્યો કે કેટલી બધી બિનજરૂરી ચીજોનો બોજો આપણે માથે ઉંચકીને ચાલતા હતા. એકલતા સાથે રહેવા મજબૂર કરી દીધા, પરંતુ પરિવાર સાથે કવોલિટી ટાઈમ પસાર કરવાની અદભૂત તક પ્રદાન થઈ. ઘણી સમજ અને તાલીમ ની પ્રાપ્તિ થઈ. સમય અને સાધનનું સાચું મહત્વ સમજાયું.
લોક ડાઉન થી પરિસ્થિતિને પહોંચી વળવાના આત્મવિશ્વાસનું પ્રાગટ્ય થયું. કુદરતે એક હાથે વિકટ પરિસ્થિતિ આપી તો બીજા હાથે તેનો સામનો કરવાની અદ્રશ્ય તાકાત પણ આપી.
આપણે જીવનમાં કેટલો ઠઠારો રાખીએ છીએ અને તે પ્રમાણે જીવીએ છીએ, હકીકતમાં આપણી આવશ્યકતા તો ઘણી ઓછી છે.
નબળા સમયમાં જેનું મનોબળ મજબૂત છે, અભિગમ જેનો હકારાત્મક છે એને ભલે તમે નાખો પ્રતિકૂળતા ની આગમાં, એ પ્રસન્નતાના બાગનું સર્જન કર્યા વિના નહી રહે.
પરિસ્થિતિ નો સ્વીકાર એટલે ....
૦૧. માર્ગમાં પત્થર/દુષ્ટતા હોય, શક્ય હોય તો હટાવી દેવો.
૦૨.એ શક્ય ના હોય તો માર્ગ બદલી દેવો.
૦૩.અને એય શક્ય ના હોય તો અનુશાસન અને સલામતીપૂર્વક એ માર્ગ ઉપર આગળ વધવું.
મિત્રો, આપણે સૌ સ્વવિવેક થી નિર્ણય કરીશું, માર્ગના અવરોધ/દુષ્ટતા અને અંતરાયો/દુસ્તપણું દૂર કરીશું. પ્રભુ શક્તિ અર્પે તેવી પ્રાર્થના

Gujarati Motivational by Ashish : 111483371

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now