બસ અત્યાર સુધી આટલું શીખી ..


કે....દુનિયા ની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસ ના પગ માં છે.
કે....તમે મારો દિવસ સુધારી દીધો એવું કહેનારા એવું મને કહેનારા હકીકત માં મારો દિવસ સુધારી દે છે.
કે....કે બાળક ની કોઈ પણ ભેટ દિલ થી ઈશ્વર ની ભેટ મણિ ક્યારેય તેનો અસ્વીકાર ના કરવો જોઈએ.
કે....આપણી પદ પ્રતિષ્ઠા આપણ ને ગમે એટલે ગંભીર રહેવાનું શીખવાડે પરંતુ આપણી પાસે એવા એક બે મિત્રો તો હોવા જ જોઈએ કે જેની પાસે આપણે મન મૂકી ને વેટ કરી ગપ્પા મારી શકીએ.
કે....આપણ ને બધું જ નથી આપ્યું એ ભગવાને એ આપણે ને આપેલ સુંદર વરદાન છે.
કે....રોજિંદા જીવન ની નાની નાની ઘટના જ જિંદગી નું સાચું સ્વરૂપ આપતી હોય છે.
કે....મારો વિકાસ કરવાનો સૌથી સરળ રસ્તો મારા વધારે પ્રતિભાશાળી વ્યક્તિ સાથે રહેવું .
અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી નથી જો આપણે તેને ના ઝડપી લઈ એ તો કોઈ બીજું એને ઝડપી લેવા તૈયાર જ હોઈ છે.
કે....જો તમે કટુતા અને કડવાશ ને તમારા હૃદય માં સ્થાન આપશો તો ખુશાલી અને પ્રેમ બીજે રહેવા જતા રહશે અને અંદરોઅંદર જરાય બનતું નથી..
કે....દરેક જણ ને પહાડ સુધી પહોંચવાની તમન્ના હોઈ છે પરંતુ સાચો આંનદ ત્યાં સુધી પહોંચવા માં હોઈ છે.
કે....અંતે જિંદગી અતિ કઠિન છે પરંતુ હું પણ કાઈ ઓછી મજબૂત તો નથી જ .
કે....સુંદર મજાનું સ્મિત એ ચેહરા ની સુંદરતા વિનામૂલ્યે વધારવાનું ઔષધ છે.😊always smile

Gujarati Thought by Nita Bhutaiya : 111483222

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now