હંમેશાથી વિશાળ જ હતું મારું હૃદય.
પણ તારું તો માનસ જ હતું સંકુચિત.
મારા હૃદયમાં હતું તારું સ્થાન અકબંધ.
પણ કદીયે માન્યું નહીં તે એને ઉચિત.
કદીયે સમજાયું જ નહીં તને મારું મન.
ઈશ્વરની જ આ ઈચ્છા હશે કદાચિત.
કોરી મુલાકાતોનો સિલસિલો જ ચાલ્યો.
"પ્રીત"નું આ ઈંડુ, કદીયે થયું નહીં ફલિત.

#વિશાળ

Gujarati Poem by Dr. Pruthvi Gohel : 111482460
Falguni Dost 4 years ago

વિશાળ મન અને વિશાળ કલેજું રાખી બેઠી હતી, દિલની મારી લાગણી બધી ઘવાઈ જ હતી, છતાં દરેક ઘાવને અકબંધ રાખી બેઠી હતી, દોસ્ત!' પ્રીત હતી એ મેં પ્રીતથી વિશેષ જ નિભાવી હતી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now