નિષ્ફળતાથી નિરાશ લોકો અંધકારમાં જીવે છે,
એક નાનું એવું હાસ્ય કેટલાય દિવાને પ્રગટાવી શકેે છે
આ દુનિયામાં કષ્ટથી કોઈ અસ્પૃશ્ય નથી

કોઈ ને કોઈ ની દુ:ખથી ભરેલી ગાગર છે
હંસીને સહન કરો તો કડવી બુંદ ના થોડા જ ઘુંટ છે
રડીને સહન કરો તો વિશાળ સાગર છે

જયારે અસફળતાના ઘાવ લાગે ઊંડા તો,
બધી હિંમત ભેગી કરીને, હાસ્ય લાવી શકે છે
હારેલા મનને જીવવાનું સાહસ આપે છે
જીવવાનું એક કારણ મેળવી શકો છો

કોઈ તમારી પાસેથી જીવનની શીખ મેળવી શકે છે,
બીજો કોઈ તમને જોઈને જીવી શકે છે.
દુઃખ ને કયારેય નબળાઈઓ ના બનવા દો
તમારી આંખોને ક્યારેય નરમ થવા ન દો

દરેકને અહીં જીવન જીવી બધાને મરવાનું છે,
તમારા પેટને બે વખતની રોટલીથી ભરવાનું છે
તો પછી મારા મિત્રો સમસ્યાઓથી કેમ ડરવાનું
તો હતાશ થઈને શું કરવાનું.

Gujarati Blog by Khushi Trivedi : 111482433

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now