હે મનવા રાખ મનને,
વિશાળ ગગન જેવું,
રાખે સૌને પ્રેમ થી,
પોતાના બનાવી.

હે મનવા રાખ મનને,
વિશાળ સમુદ્ર જેવું,
દુખીયાના દુઃખ દુર કરે,
તેના આસું પીને.

હે મનવા રાખ મનને,
અફાટ રણ જેવું,
હાથમાં ની રેત સમાન,
સુખ દુઃખ સરકી જાય,
છોડ્યા વગર એક પણ નિશાન.
#વિશાળ

Gujarati Poem by Urvashi Trivedi : 111482166

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now