ભ્રમ અને હકીકત
ફેબીપીરાવર અને કોવિડ 19

ભારત માટે ખૂબ સારા સમાચાર છે કે કોવિડ 19 ની સત્તાવાર દવા તરીકે ગ્લેનમાર્ક કમ્પનીએ ફેબીપીરાવર નામની દવા બનાવીને માર્કેટમાં મૂકી છે કે જે દાવો કરે છે કે આ દવા 4 દિવસમાં દર્દીને લક્ષણ મુક્ત કરીને સાજો કરવા કારગર થશે.

ભ્રમમાં નહીં રહેતા...
આપણે પહેલાં તો એ સમજી લઈએ કે આ રોગ મટાડવાની દવા છે , રોગ થાય જ નહીં એવી વેકસીન નથી, એટલે આ દવાની હાજરીથી કોરોના વાઇરસથી મુક્તિ મળવાની નથી, ચેપ તો લાગશે જ અને દવા છે એટલે ચિંતા ઓછી થશે.

આ દવા ફક્ત સામાન્ય અને મધ્યમ ચેપ માટે જ છે, ઇમરજન્સી અને અતિ જટિલ કેસમાં આ દવા રાહત આપે એવું નથી.

આ દવાનો ખર્ચ કેટલો?
ગ્લેનમાર્ક કમ્પનીએ આ દવાની એક ગોળીની કિંમત રૂ 103 રાખી છે, જે સાંભળવામાં પોસાય એવી લાગે છે પણ આ એક ગોળીથી કોરોના મટે એવું નથી, આ ગોળીઓનો 14 દિવસનો કોર્ષ કુલ રૂ 3500 નો ખર્ચો કરાવશે.
હાલમાં 2 લાખ લોકો સક્રિય કોવિડ 19 ના દર્દીઓ ભારતમાં છે, જો એક દર્દી પાશળ રૂ 3500 ગોળીઓનું ખર્ચ ગણીએ તો 700 કરોડ રૂ નો ખર્ચ ભારત સરકારે કરવો પડે કે વ્યક્તિગત માણસે કરવાનો થાય.

હાલમાં ખર્ચો કેટલો?
હાલમાં હાઇડ્રોક્સી ક્લોરોકવીન અને પેરાસેટમોલ વગેરે વાપરીને દર્દીને સાજો કરાય છે, કે જે એક સ્ટ્રીપ 50 થી 100 રૂપિયાની છે એટલે લગભગ 500 -700 રૂ ની દવા થતી હોય છે. બીજું બધું ખાવા પીવાનું જુદું. પણ એ ખાવા પીવાનું તો કોઈપણ દવા લો તોય લેવું પડે.
એટલે નવી દવા 5 ગણો ખર્ચો વધારી શકે.

એટલે શ્રીમંત અને મહદંશે મધ્યમ વર્ગ માટે આ દવા ખાનગી હોસ્પિટલમાં પોસાય એમ છે
પણ ગરીબ વર્ગ તો સરકારી હોસ્પિટલના ભરોસે જ રહેશે.

હા આ દવાથી એક્ટિવ કેસ ઓછા થવાની સંભાવના છે એટલે ચેપ ઓછો થશે એટલી આશા રાખીએ.
આશા અમર હૈ.

- મહેન્દ્ર શર્મા 21.6.2020

Gujarati Thought by Mahendra Sharma : 111480823
jd 4 years ago

Joiye hve thodak divas ma Khabar padse tir nisana par vage Che k nai e to

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now