હું એક મુસાફર...

હું તો બસ નીકળી પડ્યો,
એવો નીકળ્યો કે, સદંતર નીકળી જ ગયો...

ચાલતો ગયો ને, રઝળપાટ કરતો ગયો,
એવો ખોવાયો કે, કોઈને યાદ પણ ન રહ્યો...

ક્યાં જઈશ શું કરીશ, પૂછું હું ખુદને,
રસ્તાને દયા આવી, પછી રસ્તો જ રસ્તો બતાવવા લાગ્યો... !

ધોમધખતો તાપ, ઉચાટ અને ઉકળાટ નો ઉન્માદ હતો,
ખરેખર આટલી ગરમી હતી, કે અંતરનો દાવાનળ હતો... ?

સહેજ વાર પછી પગ ભાનમાં આવ્યાં,
વિચારોને એમની પીડાની બાનમાં લાવ્યાં...

જોયું તો દૂર એક કાંકરી મરકતી જતી હતી,
પગમાં કાંકરીના કાંકરીચાળાની વેદના હતી...

લીમડાનો આશરો લીધો, હું થાકેલો કંટાળેલો,
મને કહે, જિંદગીથી હારી ગયા લાગો છો... !

મેં કહ્યું, વાળેલો ના વળ્યો કદી,
આજે હારેલો હું વળ્યો છું...

મુસાફરી તો ઘણી કરી આજ સુધી,
અલગારી રખડપટ્ટીના નિર્ણય પર હું આવ્યો છું...

- પંકિલ દેસાઈ

Gujarati Poem by Pankil Desai : 111479923

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now