ભેદભાવ ૫.


પીકનીક ખતમ થયા પછી, રોજ ભણવતા સમયે સર મને માનસીક ત્રાસ આપવા લાગ્યા, કે અમુક લોકો પીકનીક માં આવવાના લાયક નથી હોતાં, આપણે કેટલી મજા કરી આમ તેમ. ત્યારે હું આ બધી વાતો ને ધ્યાન આપતી નાં હતી. અને લગભગ બે થી ત્રણ મહિના મને સંભળવમાં આવ્યું કે હું લાયક નથી! અને છેવટે મારી સહનક્તિ નો બાંધેલો સેતું તૂટી ગયો. અને હું જે બહાર થી સ્ટ્રોંગ બનીને બેસી હતી, હું રડવા માંડી ધ્રૂસકે ધ્રૂસકે! અને મે સર ને કીધું કે મારા જીવનમાં મારા પરિવાર થી લઈને સગા સબંધી માં મારા બધા જાણીતાં લોકો માં કોઈ પણ વ્યક્તિ એ મારા જોડે આવો વ્યવહાર કર્યો નથી. મને નથી ખબર કે તમે મારા જોડે આવું વર્તન કેમ કરી રહ્યા છો, પણ એટલું યાદ રાખો કે તમે એક નિર્દયી માણસ છો. મારા એટલાં શબ્દો સાંભળીને સર કે છે, હવે તારા જોડે મજાક પણ નાં કરું અને વાત પણ નાં કરું.

આવા બહિષ્કાર, તિરસ્કાર, અસ્વીકાર, ભેદભાવો, આવા શબ્દો નાં કડવા ગુંટો નાની ઉંમર માં પીને એટલું સ્ટ્રોંગ બની ગઈ છું.કે હવે ફરક નથી પડતો કોઈ વસ્ત નો.

આપણે વિચારતા નથી હોતા કે જે થાય એ સારા માટે થાય અને એટલે કદાચ મારા જીવન ની કડવી ઘંટના ને કારણે આજે હું મેન્ટલી સ્ટ્રોંગ છું.

Gujarati Blog by Komal Mehta : 111477419

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now