ભેદભાવ ભાગ ૪

હવે પીકનીક ની ચર્ચા ક્લાસિસ માં થવા માંડી. લોનાવલા જવાની હતી પીકનીક સવાર થી સાંજ એક દિવસ માટે! બધાં એ પૈસા ભર્યા . જ્યારે હું પીકનીક માટે પૈસા ભરવા ગઈ ત્યારે મને સર એ કીધું તમે કાલે મમ્મી મે લઈને અવાજો ને! પણ એ સમયે હું નાં સમજી શકી કે સર એ મને આવું કીધું કેમ ? અને હું પણ સપનાં જોવા માંડી કે હું પીકનીક જઈશ. કારણકે મારા જીવન ની પહેલી પીકનીક બનત એ લોનાવલા વન ડે ટ્રીપ. અમારા એ દિવસો માં જિન્સ અને ટીશર્ટ છોકરી ઓ જસ્ટ પહેરવાનું શરૂવાત કરેલી! મારા પાસે જિન્સ હતું, સારું ટીશર્ટ નતું, મમ્મી એ તાત્કાલિક મને એક શર્ટ લઈ આપ્યો, જિન્સ ઉપર પહેરવા. મે તો પીકનીક ની તૈયારી ખૂબ કરેલી, ખૂબ સપનાં જોયેલા. પછી બીજા દિવસે હું મમ્મી ને લઈને ક્લાસિસ ગઈ, તો મમ્મી ને સર કહે છે, કે હું તમારી દીકરી ને આ પીકનીક માં નઈ લઈ જઈ શકું. કારણકે એણે જે ગૌર સર સાથે વર્તન કર્યું, એ પછી મને નથી લાગતું કે એ પીકનીક માં આવવા માટે લાયક છે. મારી મમ્મી એ મારા માટે થઈને એક વાર ફરીથી કીધું કે આવું નહિ કરો લઈ જાવો, પછી મમ્મી દુઃખી મને બહાર આવી અને મને વાત કરી, અને મારાથી મમ્મી નો દુઃખી ચહેરો જોવાયો નહિ, મને રડું આવ્યું નાં હતું. પરંતુ મારા મમ્મી ના આંખ માં આસુ આવી ગયા, અને ને મે મમ્મી મે કીધુ કે મમ્મી આપણે ક્યાંક ફરવા જશું, ફીલ ફેમિલી, મારા માટે આવી પીકનીક માં જવું નાં જવું કઈ ફરક નથી પડતો. અને ખરેખર કૌ તો મને એ વાત નું જરા પણ દુઃખ થયું નતુ કે મને પીકનીક માટે નાં પાડેલી. દુઃખ એ વાત નું થયું હતું કે મારા કારણે મારી મમ્મી ના આંખ માં આસુ આવ્યા. અને પછી અમે સાથે ઘરે ગયા. અને મમ્મી તો ઘરે ગયા પછી પણ થોડાં દિવસ આ વાત ને લઈને દુઃખી થતી રહી.

અને હું જેમ બિન્દાસ જીવતી હતી એમજ જીવતી રહી. મારા ઉપર પીકનીક ની વાત નો કોઈ અસર થયો હતો નહિ. આટલો મોટો અન્યાય મારા જોડે થયો, મને બહિષ્કાર કરવામાં આવી એ પણ ૧૫ વર્ષ ની ઉમર માં મે આટલા ભેદભાવો સહન કર્યા. અને સર ને શાંતિ નતી મળી કે હું ખુશ હતી.

Gujarati Blog by Komal Mehta : 111477417

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now