#બ્લોગ #शायरी #કવિતા #microfriction

Prem_222:

*અંત તરફ દોટ આંધળી મૂકી હતી આ દુનિયાએ_
એના અંતને પાછો ઠેલવવા આ *વિરામ જરૂરી હતો*._

*શોખીન તો હતાં બધા પણ શોખ ભૂલી ગયા,_
એ શોખ પાછાં કેળવવા આ *વિરામ જરુરી હતો*.._

*લોકોએ પક્ષ બદલ્યો,પક્ષોએ સરકાર બદલી_,
રૂંધાતી લોકશાહી માટે આ *વિરામ જરૂરી હતો*._

*રચ્યા કુદરતે દૃશ્યો ઘણા, ઘણા રંગો વિખેર્યા_
કુદરતના એ રૂપને માણવા આ *વિરામ જરૂરી હતો*.._

*ઈન્ટરનેટ થકી વિશ્વ થયું નાનું, અંતર થયું ખતમ_
અભિમાન એ તોડવા આ *વિરામ જરૂરી હતો*.._

*નવા સંબંધો બહુ બાંધ્યા,જૂના ટકાવી ના શક્યા,_
એ સંબંધો તાજા કરવા આ *વિરામ જરૂરી હતો*.._

*કમાયા થોડું અને વાપર્યું ઘણું દેખાદેખીમાં,_
હિસાબ એનો મેળવવા આ *વિરામ જરૂરી હતો*.._

*એકબીજાને સમજાવ્યા સહુએ, ખુદને સમજ્યા નહિ_
એ સમજદારી કેળવવાં આ *વિરામ જરૂરી હતો*.._

*ઓળખાણો નવી વિકસાવી ઘણી અને વાપરી પણ,_
ખુદની ઓળખાણ માટે આ *વિરામ જરૂરી હતો.._*


#Unknown
#विराम जरूरी था
#વિરામ જરૂરી હતો.

ખૂબ સુંદર રચના....

Gujarati Blog by Prem_222 : 111476456

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now