હું અણધાર્યા મૃત્યુને વહાલું કરીશ,
તો દોષ કોને મળશે ?
એજ મિત્રોને ? જે હંમેશા મારી સાથે રહેતા હતા ?
પણ આજકાલ તે ઓનલાઇન વ્યસ્ત રહેતા હતા ?
મારી મૂંઝવણને સાંભળવા એમની પાસે સમય નહોતો,
અને હું હરદમ એમની આશાએ જ બેસી રહેતો !!!

હું અણધાર્યા મૃત્યુને વહાલું કરીશ,
તો દોષ કોને મળશે ?
એ સગા-સંબંધીઓને ? જે આસપાસ હતા પણ સાથે નહોતા ?
જે પ્રસંગોમાં સાથે આવતા, પણ જરૂરિયાત સમયે દૂર ભાગતા ?
મહિનામાં કોઈ વાર હલચાલ પૂછવા ક્યારેક ફોન કરી લેતા,
પણ દિલમાં દુઃખતી વાતોને એ પણ ક્યાં જાણી શકતા ?

હું અણધાર્યા મૃત્યુને વહાલું કરીશ,
તો દોષ કોને મળશે ?
એ પ્રિયતમાને ? જેને મેં અઢળક પ્રેમ કર્યો હતો ?
જેની એકલતામાં ફક્ત મેં એનો સાથ આપ્યો હતો ?
આજે એ એની દુનિયામાં થોડી ખોવાઈ ગઈ છે,
મજબૂરીના કારણે થોડી અળગી થઈ ગઈ છે !!!

હું અણધાર્યા મૃત્યુને વહાલું કરીશ,
તો દોષ કોને મળશે ?
એ માતા-પિતાને ? જેમને મારા માટે સપનાં જોયા હતા ?
વધતી ઉંમર સાથે થોડા જવાબદારીઓનાં પોટલાં મૂક્યા હતા ?
ખુલીને એમની સાથે પણ હવે વાતો તો ક્યાં થઈ શકતી હતી ?
બસ બે હયાત આંખોએ ઘરમાં મારી હાજરી પુરાતી હતી !

હું અણધાર્યા મૃત્યુને વહાલું કરીશ,
તો દોષ કોને મળશે ?

- નીરવ પટેલ "શ્યામ"

Gujarati Blog by Nirav Patel SHYAM : 111476415

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now