આવ તું ...

જરૂર છે જીંદગી નાં સફર માં એક હમસફર ની,
હું જ્યાં ચાલી રહ્યો છું એ રસ્તા પર મુસાફિર બનીને આવ તું,

મન માં ને મન માં રડીને થાકી ગયો છું,
હવે તારા ખોળામાં માથું રાખીને ખૂલ્લા દિલ થી રડવા માંગુ છું,
તો મારી આંખ માંથી નીકળતા એ આંસુ ને લુછવા માટે આવું તું,

જીવનમાં મુશ્કેલીઓ ઘણી છે,
તો એ મુશ્કેલીઓનો સામનો કરવાનું શીખવાડવા,
મારી આ જિંદગીમાં આવ તું,

હું હવે કંટાળી ગયો છુ એકલા એકલા જીવીને,
હવે મારી આ એકલતા ને દૂર કરવા સાથી બનીને આવ તું,

પાગલ થઇ ગયો છું હું તારા પ્રેમમાં,
તારા પ્રત્યેના મારા એ પાગલપન ને મેહસૂસ કરવાં આવ તું,

જિંદગી માં મારી અંધકાર ઘણો છવાઈ ગયો છે,
મારા એ અંધકારને દૂર કરવા અજવાળું બનીને આવ તું,

મારી આંખો તારી રાહ જોઈ જોઈને તડપી રહી છે,
મારી આંખોમાં એક ખ્વાબ બનીને આવુ તું,

કંટાળી ગયો છું હું હવે જિંદગીમાં ઉદાસ રહી રહીને,
મારી એ ઉદાસીને દૂર કરવા,
મારી જિંદગી માં ખુશીઓ બનીને આવ તું,

જરૂર છે જીંદગી નાં સફર માં એક હમસફર ની,
હું જ્યાં ચાલી રહ્યો છું એ રસ્તા પર મુસાફિર બનીને આવ તું,

પ્રેમ સોલંકી ...

Gujarati Poem by Prem Solanki : 111475832

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now