આભાર 

હે ઈશ્વર તારો આભાર

શુ:ખ, શાંતિ ને સમૃધ્ધિ તે આપ્યા અપાર 

હે ઈશ્વર.....

ભૂલો ભટક્યો ખોટા માર્ગ પર વળેલો 

હિંસા અનીતિ ની રાહ પર ચડેલો 

તેજ મને સાચો રાહ દેખાડ્યો વારંવાર 

હે ઈશ્વર ....

મારાથી કોઈના દિલ દુખ્યા 

મારા કારણે કોઇની આંખમાં આંશું આવ્યા 

તો પણ તે મને માફ કર્યો છે બધીજ વાર 

હે ઈશ્વર ....

કોઈક વાર હું મુશ્કેલી માં તને ભૂલ્યો 

કોઈક વાર હું ખુશીમાં તને ભૂલ્યો 

તો પણ તે મારુ ધ્યાન રાખ્યું, જેમ હું નાનું બાળ 

હે ઈશ્વર .....

સત્ય, અહિંશા હું પણ જાણતો ,

તોય એને ન જીવનમાં આણતો

તો પણ મારી રક્ષા કાજે ઊભો બની મારો આધાર 

હે ઈશ્વર .....

તકલીફમાં હું ગભરાઈ જાતો ,

નિષ્ફળતાથી હું ડરાઈ જાતો 

મને સભાળવા મિત્ર બની કરાવ્યો તે સાક્ષાતકાર 

હે ઈશ્વર .......    

Gujarati Thank You by Rajnesh Rathod : 111475757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now