#હું વાતુડી
નાની હતી ત્યારે માં ટોક ટોકતી કે ચુપ રહે નાના છોકરાઓ બહુ ના બોલે!
કિશોરી બની તોળીને બોલતી છતાં માં કહે ચુપ રે હવે તુંનાની નથી !
યુવતી બની મો ખોલું ત્યાં માં ફટકારતી ચુપ રે તારે પારકે ઘરે જવાનું છે!
નોકરી કરવા ગઈ તો સાચું બોલવા ગઈ તો બોસ બોલ્યા ચૂપ રહો માત્ર કામમાં ધ્યાન આપો!
પુત્રવધુ બનીને બોલવા જાઉં તો સાસુ ટપારતી ચુપ રહે આ તારું પિયર નથી!
ગૃહિણી બની પતિને કહેવા જાઉં પતિ ગુસ્સે થતો ચુપ રહે તને ના ખબર પડે!
માતા બની બાળકોને કંઈ કહેવા જાવ તો તે કહે ચુપ રહે તને નહીં સમજાય!
જીવનની સાંજ પડી ગઈ બે બોલવા ગઈ સૌ કહે ચૂપ રહો બધામાં માંથુ ના મારો!
વૃધ્ધ થઈ મો ખોલવા ગઈ સંતાનો કહે ચુપ રે હવે શાંતીથી જીવ!
બસ આ ચુપકીદી માં અંતરના ઊંડાણમાં ઘણું સંધરાયુછે એ સઘળું શબ્દોમાંઉજાગર‌ કરવા જાઉં ત્યારે સામે યમરાજ દેખાયા તેને આદેશ આપ્યો
ચુપ રહે તારો અંત આવી ગયો!!!
હું વાતુડી ચુપ થઇ ગઈ હંમેશા માટે!!!!!

Gujarati Poem by PSheta : 111475270

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now