કાળ કેરી વર્તાવી શકે છે,મહેર ની વાણી પણ કરી શકે છે.માણસે ક્યારેય સમય થી ડરીને ચાલવા ની લગીરેય જરૂર નથી.કાળને પોતાનુ કામ કરવા દો, તમે તમારું કામ કરો... જિંદગી ની સફર નો આ એકમાત્ર આદર્શ હોય શકે.કાળની ક્રૂરતા ની માનવીએ કદીયે પરવા નથી કરી તેથી કુદરત ના રૌદ્ર રૂપ વિરુધ્ધ લડી લડી સંસ્કૃતિ નો દીપક જલતો રાખી શક્યો છે. માનવના ખમીરને પડકારતી સૃષ્ટિ એ નમતું જોખ્યું છે માનવીએ નહીં. માણસ અંધકારથી ક્યારેય ગભરાયો નથી,કારણ એ પ્રકાશનું સંતાન છે. પરમાત્મા એટલે અપરિમિત પ્રકાશપૂજ.‌કાળની એક લહેરખી પૂરી થઈ અને શ્રધ્ધાદીપને અજવાળે યાત્રા જારી રાખવાનો પૈગામ આપતી ગયી.
#નિર્દય

Gujarati Blog by Arvindray . : 111471034

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now