એક દરિયા કિનારે એક મોટું મોજું આવ્યું અને સેંકડો માછલીઓ કિનારા ઉપર પડી અને તરફડવા લાગી. એક છોકરો ત્યાં દોડી આવ્યો અને એક એક માછલી ઉઠાવી ને દરિયામાં ફેંકવા માંડી. એની મમ્મી એ કહ્યું બેટા આટલી બધી માછલીઓ છે આનાથી શું ફરક પડશે ? છોકરાએ દોડી ને એક માછલી ઉઠાવી અને દરિયા માં ફેંકી અને રડતાં રડતાં બોલ્યો કે આને તો ફરક પડેશે ને. એ તો જીવશે ને . આ સાંભળી એની મમ્મી પણ માછલીઓ ઉપાડીને દરિયામાં ફેંકવા માંડી. આ જોઇ કિનારે ઉભેલા બધા લોકો એમ કરવા માંડ્યા. થોડી વારમાં બધી માછલીઓ દરિયામાં હતી.

*સારું કામ કરવામાં આપણે એકલાં હોઈ એ તો પણ કરવું..*

*કંઇક તો ફરક પડશે જ.*

*આજે નહીં તો કાલે..*

Gujarati Story by hardik joshi : 111470611

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now