#નિર્દય

પ્રિય પરિવારજનો.......
ગમ્યું, એ બધું મૃગજળ થઈ ગયું,
બાકી હતું, એ વાદળ થઈ ગયું,
આંખોથી લખતો રહ્યો રાત આખી,
સૂરજ ઉગતા એ બધું ઝાકળ થઈ ગયું!!!
જીવનનું સાચું સુખ આત્મસંતોષ છે. જયારે જીવનની સાચી તાકાત મક્કમ મનોબળ છે. સુખી અને આનંદિત પરિવાર એ જીવનની સાચી મુડી છે.
મિત્રો, જીવનમાં આગમનની ખબર તો નવ મહિના પહેલા પડી જાય છે, પરંતુ જીવન છોડવાની ખબર નવ સેકન્ડ પહેલા પણ પડતી નથી. માટે સુખમય જીવન યાત્રા મા વ્યસ્ત રહો, મસ્ત રહો અને જબરદસ્ત રહો.
જીવનની ઘટમાળમાં સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા અને નસમજમાં કોઈને ગુમાવી ના દેતા. હંમેશા યાદ રાખો, ગુસ્સો શબ્દમાં હોય છે, દિલમાં નહીં. માટે ફક્ત આ કારણે સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકવાની ભૂલના કરતા. જીવનમાં સદભાવના, સત્કાર્યો અને સમર્પણનું મહત્વ અનોખું છે. જીવનનું કડવું સત્ય એ છે કે મૃત્યુ બાદ પત્ની મકાન સુધી, સમાજ સ્મશાન સુધી અને સંતાન અગ્નિદાહ સુધી સાથે રહે છે, પરંતુ તમારા સત્કર્મો જ ભગવાન સુધી પહોંચે છે.
મિત્રો, ભાગ્યને બીજી પેઢી નથી હોતી અને પુરુષાર્થને આખો વંશ હોય છે. નિરંતર પુરુષાર્થ જીવન જીવવાનો અભિગમ બદલી નાખી છે.
પહેલા લોકો લાગણીશીલ હતા અને સંબંધોને કોઈ પણ ભોગે નિભાવતા, પછી લોકો પ્રેક્ટિકલ થયા અને સંબંધોમાં થી ફાયદો ઉઠાવતા થયા. હવે લોકો પ્રોફેશનલ થઈ ગયા છે, અને સંબંધ ત્યાંજ બનાવે છે, જ્યાંથી ફાયદો ઉઠાવી શકે. આવા વાતાવરણથી દુઃખી થવાની જરૂર નથી. ધીરજ અને સહનશકિત જીવન યાત્રાને આક્રમકતા મા થી સકારાત્મકતા તરફ લઈ જાય છે. જો સહેતા આવડી જાય તો ચોક્કસ રહેતા પણ આવડી જાય છે.
પ્રિય પરિવારજનો, સુખ નું સરનામું આપણા સૌના ભીતરમાં જ છે, જો ભીતરમાં થી શુદ્ધ થઇશું તો બુદ્ધ થતાં વાર નહી લાગે.
અંતરની શુભેચ્છા...શુભકામના.
આશિષ અને બીના ના પ્રણામ.

Gujarati Motivational by Ashish : 111470181
હરિ... 4 years ago

હું કોપી કરું.. !??

હરિ... 4 years ago

વાહ.. 👌👌

મનીષ ગૌસ્વામી 4 years ago

વાહ સાહેબ! આપની વાત ખરેખર દિલ અને દિમાગ સુધી પહોંચાડવા જેવી છે.આપની આ વાતથી એક નવી પ્રેરણા મળી..👌🙏🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now