વરસાદ વહેલો આવી ગયો છે ત્યારે એક પત્ર લખ્યો છે : ઈન્દ્રદેવને.
-----------------------------------
તા:અગિયાર જૂન વીસવીસ
"હે ઈન્દ્રદેવ તથા વર્ષારાણી G.M કુશળ હશો.
અમારા JSK સમજી જજો.
અમો અત્યારે કેરીઓ ખાઈને કુશળ છીએ
પણ તમે આમ અમને જાણ કર્યા વિના
અણધાર્યા આવી ન જાઓ.
અમે સુકવવા મુકેલા ગોટલાય હજી તો સુકાયા નથી.
તથા અથાણું અને છુંદોય હજી બન્યો નથી.
તમને ખબર નથી,
કે અમો ગોટલીનો મુખવાસ કરવા માટે
કેટલી રેસિપીના પેજ અને ગૃપમા જોડાયા છીએ.
તમારે આવવું જ હોય તો
ભલે આવો
પણ દાડે નહીં
નોકરીમાં હવ રજા મળતી નથી."
- મનીષા પ્રધાન
#વરસાદ #પત્ર

Gujarati Poem by Manisha Pradhan : 111469284

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now