#Rebellious
sha mate balawakhor thavu?
સહમત - સંમતિ - સફળતા
પ્રિય પરિવારજનો,
12 Secrets of Win - Win Situation...
લોકો ને તમારી વિચારસરણી સાથે સમજપૂર્વક સહમત કરવાના બાર બેનમૂન ઉપાયો.....
01.સામેની વ્યક્તિના અભિપ્રાયને આદરપૂર્વક માન આપજો. " તું ખોટો છું" તેમ કહીને એને ઉતારી ના પાડશો.
02.ભૂલ કે ગેરસમજ તમારી પણ હોઇ શકે. માટે તમારી ભૂલ કે ગેરસમજ હોયતો એકરાર કરજો.
03.વાતચીતમાં આત્મીયતા રાખજો, તે જીત નું પ્રથમ પગથિયું છે.
04.કુનેહપૂર્વક રજૂઆત કરવાથી સામી વ્યક્તિને તમારી વાત સ્વીકારવાનું મન થશે.
05.સંવાદ દરમ્યાન સામે વાળી વ્યક્તિને થોડી થોડી વારે બોલવાની તક આપજો જેથી તેનો અહમ સંતોષાય.
06. સામે ની વ્યક્તિ એમ જ લાગવા દો કે તમે એની જ વાતનો પડઘો પાડી રહ્યા છો.
07.બીજાના દષ્ટિ બિંદુ નો પ્રમાણિકપણે આદર કરો અને એને તટસ્થ રીતે મુલવો.
08.બીજાઓ ની ઈચ્છા અને લાગણીને માન થી જોતાં શીખો.
09.વ્યર્થ દલીલબાજી થી દુર રહો અને સામેની વ્યકિતને તમારા ઉમદા હેતુના સ્વીકાર માટે પ્રોત્સાહિત કરો.
10.કડવી વાત પણ એવી ચતુરાઈથી કહો કે સામી વ્યકિતને ખોટું લાગે નહીં અને તમારી શિખામણ એને ગમે.
11.મોકળા મન થી સામે ની વ્યક્તિની ટીકા સહન કરવા જેટલી ધીરજ અને સહિષ્ણુતા કેળવો.
12.પ્રત્યેક મુલાકાત સકારાત્મક, હકારાત્મક અને રચનાત્મક બની જાય તેવી ઊર્જા મય તૈયારી સાથે સામી વ્યક્તિ ને મળવા જાવ.
આ સૂચનો નો અમલ કરવાથી સંવાદ ..સફળતામાં અને રજૂઆત.... રાજીપા માં પરિવર્તિત થતાં વાર નહી લાગે.
Winner never quit,
Quitter never win.
મિત્રો, મહેનત એવી જોરથી કરો કે સફળતા શોર મચાવી દે....
Ashish Shah, Maaster Blaaster

Gujarati Motivational by Ashish : 111469022

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now