આેલ્યા મંદિરવાળાને કહેજો રે,
ભકતો આવી રહ્યા છે બારણે,
હવે દર્શન વે'લા વે'લા આપ

મારા લૉકડાઉનના દા'ડા વિત્યા રે,
પ્રભુ યાદ તમોને નિત્ય કીધા રે,
હવે દર્શન વે'લા વે'લા આપ

બે બે મહિનાથી અમે ઘરમાં પૂરાણા
દિદાર પૂજા વિણ તરસ્યા રે,
ઘરના દેવતાને દિવો'ય કરતા
તોયે ના મનડા હરખ્યા રે,
મારે મુખડુ તારુ જોવું છે,
મારે તારા ખોળામાં રમવું છે,
હવે દર્શન વે'લા વે'લા આપ

કરીશ નહી તારા અંગે અડપલા
તારી પાસે કશું માંગીશ નહી,
દૂર ઉભો રહી મુખડુ જોઇ તારુ
મનમંદિરમાં જ નાચી લઇશ,
મારે વાતો તારી સાથે કરવી છે,
મારે મારી જ ફરિયાદ કરવી છે,
હવે દર્શન વે'લા વે'લા આપ

પિંજરે પૂરાયેલા બોલતા પશુઓના
મંદિરના બંધ દરવાજા ખુલશે,
સજીધજીને અને બનીઠનીને
તારા આંગણીયે અે પગલા કરશે,
નહીં લાવુ મોદક અક્ષત ને ફુલ,
હું તો લાવીશ થાળભરી લાડ ને કોડ,
હવે દર્શન વે'લા વે'લા આપ

-ઉદિત

Gujarati Religious by Udit Shah : 111467739

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now