એનો વિશ્વાસ જોઇ મારી આંખો ભરાઈ આવી .



ગઇ કાલ ની વાત છે.ગાઈ કાલે હુ સી.જી. પર હતો.લોક્ડાઉન ની છુટ પછી અડધી દુકાનો ખુલી હતી .પબ્લિક ડરતી ડરતી બહાર પોતના કોઇ ના કોઇ સ્વાર્થે બહાર આવેલી હતી. સ્વાર્થ એટલા માટે કે આવા સમયે કોઇ પોતના કામ વગર બહાર ન નિકરે કોઇ પૈસા કમાવા તો કોઇ પાં મસાલા ખાવા બહાર નિકળતા હતા.બાકી કોઇ કહે કે મિત્ર ઘરમા કાંટાળો આવે છે .જરા કલાક બહાર આવતો બેસીએ ક્યાક તો મોઢા પર ના પાડી દે એવા સમયે લગભગ 8વર્ષ નો છોકરો લાલ બંગલા ચાર રસ્તા પર બેઠો હતો. મને નવાઇ લાગી કે આટલી ગરમી મા આ છોકરો અહિયા કેમ બેસ્યો હસે જરા પુછ્યુ તો કે મને પૈસા જોઇયે છે . મે તરત જ ના પાડી દીધી આવા છોકરા અમદાવાદ મા દરેક ચોકડી યે બે ચાર મલી જ રે હુ નિકળવા ગયો ત્યા છોકરો બોલ્યો મારે ચંપલ લેવા છે .હુ પાછુ જોયુ એની આંખો મા માસુમિયત હતી. મને થયુ હાલ એને પૈસા આપી દઉ પણ પછી વીચાર આવ્યો ના આવી રીતે કોઇ ને પૈસા આપી ખરાબ આદત ના પાડું એની પરીક્ષા લેવાનો વીચાર આવ્યો આમ પણ સરકારે શાળાઓ ની પરીક્ષા રદ કરી અમારે શિક્ષકો ને આરામ આપ્યો હતો .


મે એને કહ્યુ આજે નહી કાલ 12 વાગે આવજે હુ તને મસ્ટ ચંપલ લઇ આપીશ .છોકરો કે ચાલો ને આજે લઇ આપો ને

મે કહ્યુ ના ચંપલ જોઇયે તો કાલ જ આવ જે ને બિલ્કુલ અહિયા જ આજ સમય પર .

એને કહ્યુ પાક્કું
મે કહ્યુ હા

ઍ ચાલતો થયો મને થયુ હાલ જ ચંપલ લઇ આપુ તો પછી થયુ કાલે આવ્શે તો લાવી દઈશ.

આજે યાદ આવ્યુ કે કાલે છોકરા ને બોલાવ્યો હતો થયુ લાવ આંટો મરતો આવુ ક્યા દુર છે .

જઇ ને જોયુ તો ઍ છોકરો ત્યા જ હતો .
હુ ગયો એની જોડે ને પુછ્યુ કોઇ લે આપ્યા ચંપલ તો કે ના તમે કહ્યુ હતુ કે આજે લઇ આપશો તો કાલે ઘરે જતો રહ્યો.
આજે આવ્યો .



આટલુ જ કહ્યુ ને એને ચંપલ આપી દીધા.

આ સ્વાર્થી દુનિયા મા મારી એક વાત વિશ્વાસ મુકી ને કાલે સીધો ઘરે ગયો ઍ જોઇ આંખો એના પ્રત્યેની લાગણી આંખો મા છલકાઈ ગઇ.

Gujarati Motivational by sneh patel : 111465159
Prem_222 4 years ago

https://www.matrubharti.com/bites/111464787 पहली बारिश का शेर लिखो सब अपना अपना बनाया हुआ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now