#શાંત

શાંત તેની આંખોમાં કેટલીય ઉથલપાથલ હતી...
કારણ લગ્નની તૈયારીઓ નજરો સામે રમતી હતી...

આંખોમાં અરમાન ઘણા ને પ્રશ્નોની કતાર હતી
સ્વતંત્રતા છીનવાશે કદાચ એવી તેને ભીતી હતી...

માતા-પિતા ને છોડીને દૂર જવાથી ડરતી હતી
ભાઈ સાથે કરેલા તોફાનની પળો એ ગણતી હતી...

ભાવિ ભરથાર મિત્ર સમો છે એ જાણતી હતી
છતાંય કેમ જાણે મનોમન સંવાદ એ કરતી હતી...

પિતાના શાંત હ્રદયના તોફાનને ય સમજતી હતી
વિદાયની વેળા તો દિકરી માટે ય કયાં સહેલી હતી...

નાનપણથી જ તે ઘરમાં બધાને પ્રશ્ન કરતી રહી
શાને ફક્ત દીકરી ત્યજે પિયર દિકરો કેમ નહિ???
kittu

Gujarati Poem by kittu : 111464366
મનીષ ગૌસ્વામી 4 years ago

દિકરી વિદાય વેળાએ ચગડોળે ચડેલાં એના વિચારોનું સુંદર રીતે આપે નિરૂપણ કર્યું છે.. 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now