અકસ્માત કે અભિશાપ?
પ્રાણીઓ સાથેની આપણી સહાનુભૂતિ પ્રાસંગિક અને હંગામી જ છે.

કેરળમાં એક હાથણીનું અકસ્માતે મોત થયું અને આપણે કાળજો કાંપી જાય એવી તસ્વીરો અને કલ્પના ચિત્રો સોશિયલ મીડિયા પર શેયર કર્યા, એ બહાને લોકોની કલાત્મક દૃષ્ટિ બહાર આવી.

જોકે એક હકીકત એ પણ છે કે ચિત્રો અને કાર્ટૂનમાં પણ લોકોએ લાઈક અને કોમેન્ટ મેળવવાની અધીરાઈ બતાવી અને મૂળ આર્ટિસ્ટને કોઈ ક્રેડિટ પણ આપી નહીં, શું એ પણ એક હત્યા નથી?

રસ્તે રઝળતા પ્રાણીઓને આપણે શહેર માટે અભિશાપ માનીએ છીએ.
સરકાર કે સંસ્થાઓએ કોણે એવી વ્યવસ્થા ગોઠવી છે કે જ્યાં એવા પ્રાણીઓ જીવનની પ્રાકૃતિક પૂરતી કરી શકે?

વન્ય પ્રાણીઓ હોય કે માણસ સાથે સહજીવન માણતા પશીઓ, કોઈ એક સ્થાને ઘર્ષણ તો સ્વાભાવિક છે, પણ આપણે સંયમ રાખીને 'જીઓ ઔર જીને દો' ના જીવન મંત્ર સાથે જીવીએ છીએ ખરા?

બાકી સ્વર્ગસ્થ હાથણી માટે કોઈ એક સમુદાયને દોષિત ઠેરરવું યોગ્ય નથી, તેઓએ જે વ્યવસ્થા ગોઠવી હતી એ ભૂંડ માટે હતી અને હાથી શિકાર બન્યાં, પણ વાત તો એજ છે કે વાંક કોનો? થયું એ થયું, હવે નહીં થાય એટલી કાળજી સરકાર અને સમાજ રાખશે?

અસ્તુ
મહેન્દ્ર શર્મા 4.6.2020

Gujarati Quotes by Mahendra Sharma : 111461037

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now