#સુશોભન

બાહ્ય આડંબર ને ભપકા સાથે,
મનુષ્ય થાતો સુશોભિત;

પ્રશ્ન થાતો સહજ મુજ મનમાં
શું એ જ સાચું 'સુશોભન...?'

શૂટ બૂટ સાથે ભાસે એ હીરો,
પણ સૂઝ બૂઝમાં નીકળે ઝીરો;

મોંઘેરા સ્પ્રે થકી ઉદ્દભવે બાહ્ય સુગંધ,
પણ વાસ્તવિક જીવન મહીઁ હોય દુર્ગંધ;

વાણીવિલાસની તો જાણે રચે એવી માયાજાળ,
એ સાંભળી પળ પળ અન્યને પળે મનમાં ફાળ;

બાહ્ય સૌંદર્યની તૃષ્ણાથી બુઝાય જ્યારે જીવનદીપ
ઈશ ત્યારે પૂછે: શું ખીલવ્યું તે આંતરિક સૌંદર્ય...?

ઉત્તરવિહીન થાતો માણસ જ્યારે પ્રભુ પાસે,
કેવી રીતે આંખ મિલાવે ત્યારે પ્રભુ પાસે...?

આ બધું જોઈ જાણી વિચારી થાતો મનમાં મુંઝારો,
ક્યારે બનશે માણસ ખરેખર 'સ્વભાવે માણસ...?'

- 'કલ્પતરુ '

Gujarati Thought by Dhavalkumar Padariya Kalptaru : 111459397

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now