પડખું બદલ્યું આમ જ ,તેમાં તે શું સમજ્યાં ?
ટેવ છે કુદરતી બધાની, તેમાં તે શું સમજ્યાં?

જવાબદારીઓ નો ભાર ઘણો વધી રહ્યો છે
નામ પૂરું ન લીધું ધૂનમાં, તેમાં તે શું સમજ્યાં?

શબ્દો ક્યાંક અધૂરા છે દરેક ચોક્કસ વાત માં
ન પહોંચ્યાં એ ત્યાં ને, તેમાં તે શું સમજ્યાં?

પ્રેમ ની વાત થી એ ઘણો દૂર રહે છે
એ ચંદ્રગુપ્ત ને તેમાં તે શું સમજ્યાં?

ભીંજાઈ રહ્યો છે તડકો આજકાલ અંધારા માં
એક કવિ ની કલ્પના ને, તેમાં તે શું સમજ્યાં ?




-પિયુષ

Gujarati Poem by Piyush : 111458542

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now