શરૂઆતમાં તો આ 'શરૂઆત' શબ્દ વિશે લખવાની શરૂઆત કરવા માટે ~મન અને મગજ, ~બુધ્ધિ અને શરીર, ~આંખ અને હાથ શરૂઆત કે હિંમત કરતા જ ન હતા પણ પછી આ બધાને ઓલ્યા માંયલાએ કહ્યું કે> અલ્યાવ મારા વાલીડાવ, તમે એક વાર શરૂઆત તો કરો તમતમારે હું જીવતો બેઠો છું ને તમે સૌ કેમ મૂંઝાવ છો ?એમ કોઈ કામની શરૂઆત જ ના કરો તો પછી કામ પૂરું જ ક્યાંથી થવાનું? < કેમ કે જેની શરૂઆત સારી એનો અંત પણ સારો અને વળી કોઈ પણ કામની એક સારી શરૂઆત અર્ધા કામની બરાબર છે. હા, પણ આરંભે શુરા ને પછી અધૂરા એવું ના થવું જોઈએ, કેમ કે કામનું શરૂઆતથી સાતત્ય જળવાઈ રહે તો જ તે સારી રીતે પૂરું થઈ શકે. શરૂઆત કરતા પહેલા કોઈ પણ કાર્ય /project નો સારી રીતે અભ્યાસ કરી તેના વિવિધ દરેક પાસા અંગે વિચારણા કરી વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ જેમ કે કામ માટે શું સાધન સામગ્રી, માણસો, આર્થિક વ્યવસ્થા, કામ માટે કોઈ ની મંજૂરી લેવાની હોય તો તે, સંબંધિત જોખમો,કામના કે અગત્યના માણસોની ઓચિંતી ગેરહાજરી ઉભી થાય તો તેના વિકલ્પે stand by ગોઠવણ જો શરૂઆતથી જ વિચારી /ગોઠવી રાખી હોય તો કામ સુપેરે પૂરું કરવામાં ખાસ તકલીફ પડતી નથી. કેટલીક વાર કામની શરૂઆત માટે સમારંભ /ઉદઘાટન સમારોહ યોજવો જોઈએ કેમ કે તેનાથી જે તે પ્રોજેક્ટની જાહેરાત થઈ જાય છે અને સમારોહમાં આવેલ અગત્યના માણસોનો પ્રોજેક્ટને લાભ મળે છે આમ એક ભવ્ય અને વ્યવસ્થિત આયોજનપૂર્વકની શરૂઆત ખૂબ ઉપયોગી થાય છે.કામ પૂરું થયે લોકોને તેની જાણ કરવી જરૂરી લાગે તો તે માટે પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ કેમ કે ઘણીવાર આ કામ કોણે કર્યું તેની ઘણાને ખબર જ નથી હોતી. યોગ્ય અને સારું કામ કરનારને પ્રોત્સાહન મળે તે બહુ જરૂરી છે. કામમાં ભાગ લેનાર નાના- મોટા સૌ કોઈની યોગ્ય કિંમત પણ થવી જરૂરી છે. કામ પૂરું થઈ જાય એટલે શરૂઆતથી શરૂ કરીને અંત સુધીનું આકલન /analysis તથા હિસાબ કિતાબ સમજી લેવા જોઈએ જેથી આવું બીજું કામ કરવા માટેનો નિર્ણય લઈ શકાય. કોઈ પણ કામનો વ્યવસ્થિત હિસાબ શરૂઆતથી જ રાખવો જોઈએ તથા કામ તેના આયોજન અનુસાર શરૂઆતથી અંત સુધી થયા કરે તેની કાળજી રાખવી જોઈએ. >>>તો આવું છે શરૂઆતનું જુઓ ને બાપલીયાવ, મેં પણ શરૂઆત વિષે લખવાની હિંમત કરીને શરૂઆત કરી દીધી અને જુઓને આ 363 ઉપર શબ્દોનું લખાણ તમારી સામે રજૂ કરી દીધું, આભાર.
#શરૂઆત

Gujarati Whatsapp-Status by jaydip Lakhani : 111457387

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now