#શરૂઆત

આજથી એક શરૂઆત કરવી છે
મૌન રહીને જ સઘળી વાત કરવી છે.

શબ્દો વેડફીને ઘણા થાકી ગયા
હવે બંધ હોઠોથી જ રજૂઆત કરવી છે.

બોલવાના ભોગવ્યા સઘળાં દુષ્ પરિણામ
ચુપ રહી દ્વઢ આ મનની તાકાત કરવી છે.

ના સમજી શકે લાગણીઓની શુધ્ધતા
પરમ શાંતિથી પરિસ્થિતિને માત કરવી છે.

જયાં વ્યર્થ અને દાહક બનેને આ ચંદ્ર,
ત્યાં સૂરજની સંગાથે રહીને રાત કરવી છે.

પદ્માક્ષી(પ્રાંજલ)

Gujarati Poem by Padmaxi : 111456636
Padmaxi 4 years ago

આભાર ભાઈલા

Padmaxi 4 years ago

આભાર સેફૂ

Sachin Soni 4 years ago

વાહ દીદી

Shefali 4 years ago

Superb 👌🏼

Bhavesh 4 years ago

વાહ..👌👌

Padmaxi 4 years ago

આભાર ડીયર શ્રી હરિ...😊

હરિ... 4 years ago

વાહ...Dii..👌👌🙄👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now