એક કટાક્ષ.. વ્યંગ ..



આજ છે દેશની વાસ્તવિકતા..

જ્યાં વિદેશીઓ ને ઇન્ડિયા બોલાવીને કોરોનાને આમત્રણ આપે ને દેશના મજબુર ગરીબને રઝળતા કરે કાઈ કેટલાય લોકડાઉન નાખીને.. જીવન પણ હણી લે..

લાગે છે સરકાર અમિર અને ઉદ્યોગકારોને જ સદી છે..

ગરીબો ને તો આત્મનિર્ભરતા ના આડંબર માં છુપાવીને બણગા ફૂંકાય છે.

એક બીજી વાત લોકો કહે છે કે.. ગરીબ ને મદદ કરો પણ મધ્યમવર્ગના લોકોને પણ જરૂર છે..

હું કહું છું કે.. મધ્યમવર્ગીય પરિવાર બે ટક તો જમી શકે એટલી અમિર છે જ..

પ્રોબ્લેમ એમને ક્યાં નડે છે ખબર છે.. દેખાદેખી અને સુવિધાઓ ખાતર જ્યારે લૉન લઈને મહલો, ને ગાડી, રાચલચીલું લીધું છે ને એના માટે એમને રાહત જોઈએ છે.. વિજબીલ તો માફ પણ થાય પણ લૉન તો તમે તમારી સાહ્યબી ખાતર લીધેલું છે.. એ કેમ સરકાર માફ કરે.. દેવું કરીને દિવાળી કરો પછી બધી સરકાર માથે નાખો એ પણ કેટલું વ્યાજબી છે..

અત્યારે ખરેખર ગરીબ ને જ મદદની જરૂર છે..જેની પાસે બે ટાઈમ જમવાનાય સાંસા હોય.. ખરેખર એમના ઘેર એમની હાલત જઈને જોવો.. તમને તમારી જિંદગી પર ગર્વ થશે કે તમારી હાલત આટલી ખસતા તો નથી ને..

ખરેખર મદદની જરૂર એમને જ છે.. જે માંડ એક દિવસે સરખું ખાતા હોય.. એમના બાળકો ભૂખ.આ પિલખતા હોય.. એમને નહીં જે રોજ બે ટાઈમ જમીને 2 ટાઈમ નાસ્તો કરીને ફ્રૂટ્સ ને બધું ખાઈને પછી સ્ટેટ્સ મુકે કે અમે પણ ભીંસમાં છીએ. લૉન અમારી માફ કરો ..

શુ કરવા લેવી જોઈએ લૉન ને દેખાડો કરવા..? સ્ટેટ્સ બતાવવા.. જેટલી ચાદર હોય એટલે પગ પહોળા કરાય. ..
બાકી પછી ગરીબ હોવાના દેખાવ ન કરાય

મદદની જરૂર લૉન લઈને બનેલા ગરીબને નહીં.. પણ ખરા ગરીબ ને છે..
ભાવુ જાદવ

Gujarati Thought by Bhavna Jadav : 111455001

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now